Skip to main content
આકાશમાં દેખાઈ ભારત-ઈજિપ્તની 'મિત્રતા', હવામાં IAFના વિમાને સાથી દેશના જેટમાં ઈંધણ ભર્યું ભારતીય વાયુસેના (IAF) ના હવાથી હવામાં ઈંધણ ભરનારા IL-78 વિમાને બ્રાઈટ સ્ટાર-23ના અભ્યાસ દરમિયાન ઈજિપ્ત એરફોર્સના વિમાનમાં ઈંધણ ભર્યું ડિફેન્સ મંત્રાલયની એક પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ભારતીય વાયુસેનાની એક ટુકડી કૈરો એરબેઝ પર દ્વિવાર્ષિક બહુપક્ષીય ત્રિ-સેવા અભ્યાસમાં ભાગ લેશે, તેની શરૂઆત રવિવારથી થઈ Updated: Sep 3rd, 2023 image : Twitter ભારતીય વાયુસેના (IAF) ના હવાથી હવામાં ઈંધણ ભરનારા IL-78 વિમાને બ્રાઈટ સ્ટાર-23ના અભ્યાસ દરમિયાન ઈજિપ્ત એરફોર્સના વિમાનમાં ઈંધણ ભર્યું હતું. આ વાતની જાણકારી રવિવારે ભારતીય વાયુસેના તરફથી અપાઈ હતી. IAFએ કરી પોસ્ટ ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા એક્ટ પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે એક્સરસાઈઝ બ્રાઈટ સ્ટાર દરમિયાન ઈજિપ્ત સાથે મિત્રતાનું આકાશમાં પ્રદર્શન કરતાં ભારતીય વાયુસેનાના હવાથી હવામાં ઈંધણ ભરતા વિમાન આઈએલ-78એ ઈજિપ્તની વાયુસેનાના વિમાનમાં ઈંધણ ભર્યું હતું. ડિફેન્સ સહયોગ વધારવા લેવાયું પગલું અગાઉ વૈશ્વિક ડિફેન્સ સહયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં ભારતીય વાયુસેનાની એક ટુકડી સોમવારે અભ્યાસ બ્રાઈટ સ્ટાર-23માં સામેલ થવા માટે ઈજિપ્તની વાયુસેના બેઝ પર પહોંચી હતી. પહેલીવાર ભારત અભ્યાસમાં જોડાયું ડિફેન્સ મંત્રાલયની એક પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ભારતીય વાયુસેનાની એક ટુકડી કૈરો એરબેઝ પર દ્વિવાર્ષિક બહુપક્ષીય ત્રિ-સેવા અભ્યાસમાં ભાગ લેશે. તેની શરૂઆત રવિવારથી થઈ હતી અને 16 સપ્ટેમ્બર સુધી આ કવાયત ચાલશે. એક્સ બ્રાઈટ સ્ટાર-23માં ભારતીય વાયુસેના પહેલીવાર ભાગ લઈ રહી છે. તેમાં ભારત ઉપરાંત અમેરિકા, સાઉદી અરબ, ગ્રીસ અને કતારની એરફોર્સમાં જોડાઈ છે.
Comments
Post a Comment