Skip to main content
WHAT IS SOFT LANDING AND RUF LANDING:ચંદ્રયાન-3ના લેન્ડરનું 4 તબક્કામાં સોફ્ટ લેન્ડિંગ ઈસરોએ 23 ઓગસ્ટના રોજ સાંજે 5.44 કલાકે 30 કિમીની ઊંચાઈએથી ઓટોમેટિક લેન્ડિંગ પ્રક્રિયા શરૂ કરી અને આગામી 20 મિનિટમાં આ સફર પૂર્ણ કર્યો. ચંદ્રયાન-3એ 40 દિવસમાં 21 વખત પૃથ્વી અને 120 વખત ચંદ્રની પરિક્રમા કરી. ચંદ્રયાને ચંદ્ર સુધી 3.84 લાખ કિમીનું અંતર કાપવા માટે 55 લાખ કિમીની યાત્રા કરી. 1. રફ બ્રેકિંગ તબ્બકો: લેન્ડર લેન્ડિંગ સાઇટથી 750 કિમી દૂર હતું. ઊંચાઈ 30 કિમી અને ઝડપ 6,000 કિમી/કલાક. આ તબક્કો સાડા 11 મિનિટ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન વિક્રમ લેન્ડરના સેન્સર્સ કેલિબ્રેટ કરવામાં આવ્યા હતા. લેન્ડરને 30 કિલોમીટરની ઉંચાઈથી 7.4 કિલોમીટરના અંતરે હોરિઝોન્ટલ સ્થિતિમાં લાવવામાં આવ્યું. 2. એટિટ્યૂડ હોલ્ડિંગ તબક્કો: વિક્રમે ચંદ્રની સપાટીની તસવીર લીધો અને એ પહેલાંથી અસ્તિત્વમાં રહેલા ફોટા સાથે સરખામણી કરી. ચંદ્રયાન-2ના સમયે આ તબક્કો 38 સેકન્ડનો હતો, આ વખતે એને ઘટાડીને 10 સેકન્ડ કરવામાં આવ્યો છે. 10 સેકન્ડમાં ચંદ્ર પરથી વિક્રમ લેન્ડરની ઊંચાઈ 7.4 કિમીથી ઘટીને 6.8 કિમી થઈ ગઈ છે. 3. ફાઇન બ્રેકિંગ તબક્કો: આ તબક્કો 175 સેકન્ડ સુધી ચાલ્યો, જેમાં લેન્ડરની ગતિ શૂન્ય થઈ ગઈ. વિક્રમ લેન્ડરની સ્થિતિ સંપૂર્ણપણે વર્ટિકલ કરવામાં આવી. સપાટીથી વિક્રમ લેન્ડરની ઊંચાઈ લગભગ 1 કિલોમીટર રહી 4. ટર્મિનલ ડિસેન્ટ: આ તબક્કામાં લેન્ડરને લગભગ 150 મીટરની ઊંચાઈ પર લાવવામાં આવ્યું હતું. જ્યારે બધું બરાબર થઈ ગયું, ત્યારે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવાયું. આ વીડિયોમાં રોવર શિવશક્તિ પોઈન્ટ પર ફરતું જોવા મળે છે. આ વીડિયોમાં રોવર શિવશક્તિ પોઈન્ટ પર ફરતું જોવા મળે છે. ચંદ્રયાન-3 મિશન 14 દિવસનું છે ચંદ્રયાન-3 મિશન 14 દિવસનું છે. ખરેખર ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ પ્રકાશ રહે છે. જ્યારે અહીં રાત હોય છે, ત્યારે તાપમાન -100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. ચંદ્રયાનનું લેન્ડર અને રોવર એમની સોલર પેનલથી પાવર જનરેટ કરી રહ્યા છે. એટલા માટે તેઓ 14 દિવસ માટે પાવર જનરેટ કરશે, પરંતુ વીજળી ઉત્પાદન પ્રક્રિયા રાત્રિના સમયે બંધ થઈ જશે. જો ત્યાં વીજ ઉત્પાદન ન હોય, તો ઇલેક્ટ્રોનિક્સ સખત ઠંડીનો સામનો કરી શકશે નહીં અને નુકસાન થશે.
Comments
Post a Comment