Skip to main content
INDIAN S30 SUGAR EXPORT QUOTA AVAILABLE 70 MILLION METRIC TONS:SEPTEMBER 2023:મુંબઈ : ઘઉં, ચોખા તથા ડુંગળી જેવા આવશ્યક કૃષિ ઉત્પાદનોની નિકાસ પર એક યા બીજી રીતે નિયમન મૂકયા બાદ, ભારત સરકાર ખાંડની નિકાસ પર પણ અંકૂશ લાવવા વિચારી રહી હોવાના અહેવાલને પગલે વિશ્વ બજારમાં ખાંડના ભાવ બે મહિનાની ઊંચી સપાટીએ બોલાઈ રહ્યા છે. ઓકટોબરથી શરૂ થનારી નવી ખાંડ મોસમ માટે સરકાર નિકાસ પૂરવઠા પર કાપ મૂકશે તેવી ધારણાંએ વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઊંચકાયા છે. વિશ્વમાં બ્રાઝિલ બાદ ભારત ખાંડનો બીજો મોટો નિકાસકાર તથા ઉત્પાદક દેશ છે. વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદની ઘટને કારણે ખાંડના ઉત્પાદન પર અસર પડવા શકયતા જોવાઈ રહી છે એટલું જ નહીં દેશમાં પેટ્રોલમાં મિક્સિંગ માટે ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડનો વપરાશ વધી રહ્યો છે તેને કારણે પણ ખાંડની નિકાસ ઓછી થવાની શકયતા જોવાઈ રહી છે.લોકસભાની ચૂંટણી સુધી સરકાર ખાંડની નિકાસ પર કદાચ અંકૂશ મૂકશે તેવી બજારમાં અટકળો થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચી ખાંડના ઓકટોબર ડિલિવરીના ભાવ પ્રતિ રતલ ૨૫.૫૭ સેન્ટસ બોલાઈ રહ્યા છે જ્યારે રિફાઈન્ડ વ્હાઈટ સુગર પ્રતિ ટન ૭૦૯.૪૦ ડોલર બોલાઈ રહ્યા છે.
Comments
Post a Comment