Skip to main content
ELON MUSK NETWORTH TOTAL ESSETS:સમગ્ર વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વૃદ્ધિની સકારાત્મક અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2023 અનુસાર વિશ્વના ટોપ 10 સૌથી ધનિક લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમનો પરિવાર છે, જ્યારે ત્રીજા સ્થાને જેફ બેઝોસ છે. આ યાદીમાં અમેરિકાના 8 અબજોપતિ છે. આ સિવાય ફ્રાન્સ અને મેક્સિકોના એક-એક અબજોપતિનો પણ સમાવેશ થાય છે. આ તમામ અમીરોની સંપત્તિ ઘણા દેશોની જીડીપી કરતા પણ વધુ છે. વિશ્વના સૌથી ધનિક અબજોપતિ 1. એલોન મસ્ક - તેમની કુલ સંપત્તિ $234.1 બિલિયન (19,20,723 કરોડ) છે. તેઓ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી ઘણી મોટી કંપનીઓના સીઈઓ છે. હાલમાં તેઓ ટેસ્લામાં 23% હિસ્સો ધરાવે છે. 2. બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર - તે બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH ના CEO અને ચેરમેન તરીકે જાણીતા છે. આ કંપની લગભગ 70 મોટી ફેશન અને બ્યુટી બ્રાન્ડનું સંચાલન કરે છે. આર્નોલ્ડ અને તેના પરિવારની કુલ સંપત્તિ $230.3 બિલિયન (18,89,545 કરોડ) છે. 3. જેફ બેઝોસ - તેમની કુલ સંપત્તિ 151.7 બિલિયન ડોલર એટલે કે લગભગ 12,44,655 કરોડ રૂપિયા છે. જેફ બેઝોસ 59 વર્ષના છે. 4. લેરી એલિસન - તેમની કુલ સંપત્તિ $146.3 બિલિયન (12,00,349 કરોડ) છે. તેઓ 78 વર્ષના છે.
Comments
Post a Comment