ASIA CUP CRICKET: INDIA vs PAKISTASTAN MATCH UPDATE:એશિયા કપ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ આજે રમાશે. પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળની ટીમો મુલતાનમાં એકબીજા સામે ટકરાશે. વર્લ્ડ કપને જોતા આ ટૂર્નામેન્ટ તમામ ટીમો માટે ખાસ બની રહી છે. આ વર્ષે ઓક્ટોબરમાં વર્લ્ડ કપ યોજાવાનો છે અને એશિયા કપ રમીને ટીમો પોતાના ખેલાડીઓની તૈયારીઓ પર વધુ ધ્યાન દોરશે. એશિયા કપમાં કુલ 13 મેચો રમાશે એશિયા કપ 2023માં કુલ 13 મેચો રમાશે. પ્રથમ તબક્કામાં ગ્રુપની ટીમો એકબીજા સાથે મેચ રમશે. જે બાદ બંને ગ્રુપની ટોપ 4 ટીમ સુપર 4 સ્ટેજ માટે ક્વોલિફાય થશે. સુપર 4માં ટોચની 4 ટીમો પછી એકબીજા સાથે મેચ રમશે. દરેક ટીમની સુપર 4માં અન્ય ટીમ સાથે મેચ થશે. ત્યાર બાદ ટોચની 2 ટીમો 17 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલમાં ટકરાશે. જણાવી દઈએ કે ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે જયારે ગ્રુપ-Bમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ છે. વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો એશિયા કપ 2023 શેડ્યૂલ 30 ઓગસ્ટ: પાકિસ્તાન Vs નેપાળ, મુલતાન, પાકિસ્તાન, બપોરે 2:30 વાગ્યે 31 ઓગસ્ટ: બાંગ્લાદેશ Vs શ્રીલંકા, કેન્ડી, શ્રીલંકા, બપોરે 3 વાગ્યે 2 સપ્ટેમ્બર: પાકિસ્તાન Vs ભારત, કેન્ડી, શ્રીલંકા, બપોરે 3 વાગ્યે 3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન, લાહોર, પાકિસ્તાન, બપોરે 2:30 વાગ્યે 4 સપ્ટેમ્બર: ભારત Vs નેપાળ, કેન્ડી, શ્રીલંકા, બપોરે 3 વાગ્યે 5 સપ્ટેમ્બર: શ્રીલંકા Vs અફઘાનિસ્તાન, લાહોર, પાકિસ્તાન, બપોરે 2:30 વાગ્યે સુપર-4 6 સપ્ટેમ્બર: A1 Vs B2, લાહોર, પાકિસ્તાન, બપોરે 2:30 વાગ્યે 9 સપ્ટેમ્બર: B1 Vs B2, કોલંબો, શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે 10 સપ્ટેમ્બર: A1 Vs A2, કોલંબો, શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે 12 સપ્ટેમ્બર: A2 Vs B1, કોલંબો, શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે 14 સપ્ટેમ્બર: A1 Vs B1, કોલંબો, શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે 15 સપ્ટેમ્બર: A2 Vs B2, કોલંબો, શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે 17 સપ્ટેમ્બર: ફાઇનલ (સુપર ફોર્સ 1 Vs સુપર ફોર્સ 2), કોલંબો, શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે

Comments