ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે આજે સવારે વિક્રમ લેન્ડરની તસવીર ક્લિક કરી હતી. રોવર પર બે નેવિગેશન કેમેરા છે, જેમાંથી આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે. આ કેમેરા ચંદ્રયાન-3 મિશન માટે લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) દ્વારા વિકસાવવામાં આવ્યા છે. ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્ર પર ઊતર્યું હતું. આ પછી રોવર બહાર આવ્યું. ઈસરોએ પુષ્ટિ કરી કે લેન્ડિંગના 14 કલાક પછી લેન્ડર રોવરમાંથી બહાર આવ્યું. રોવર ઓબ્જેક્ટ્સને સ્કેન કરવા માટે નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરે છે.

Comments